ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા નજીક પૂરઝડપે આવતી ટ્રકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. ડીસા તાલુકા પોલીસે અકસ્માત અંગેનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિપુલ ધીરુભાઈ પટણી પોતાની રીક્ષા લઈને ડીસાથી આસેડા તરફ આવતા હતા. ત્યારે ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા નજીક કુમકુમ કોલ્ડ સ્ટોરેજ પાસે સામેથી આવતી ટ્રકે રીક્ષાને ટક્કરમાં મારતા રીક્ષાનો ભૂકકો થઈ ગયો હતો.
જ્યારે રીક્ષા ચાલક વિપુલ પટણીને ગંભીર ઈજા થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પટણી પરિવારના આશાસ્પદ યુવકનું મોત થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.