આમ આદમી પાર્ટીના પુનિત જુનેજા હવે ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે
ગુજરાતમાં સ્વતંત્રતા દિવસે મેડિકલ સ્ટુડન્ટ હડતાળ ઉપર છે અને સરકાર તેઓને ન્યાય આપતી નથી પણ ગુજરાત સરકારને કહું છું કે આ ઘમંડ સારું નથી,આમ આદમી પાર્ટી પંજાબમાં 15,000 સ્ટાઇપેન્ડ આપીએ છીએ અને તમે ગુજરાતમાં માત્ર 4,200 આપો છો,તે સારું નથી વિદ્યાર્થીઓની માંગ મુજબ સ્ટાઇપેન્ડ આપો અન્યથા અમારી આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં સત્તા ઉપર આવશે ત્યારે તે વિદ્યાર્થીઓની જે માંગ છે તે મુજબ આપીશુ.
દંતાલી,આણંદ ,નવસારી,જૂનાગઢમાં પશુ ચિકિત્સા અને પશુ મહાવિદ્યાલયના વેટરનરી વિદ્યાર્થીઓએ ઇન્ટરશીપ સટાઈપેન્ડ વધારવા મુદ્દે હડતાલ પર ઉતર્યા છે

છેલ્લા કેટલાક  દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા ભથ્થું વધારવાની માંગ સાથે હડતાલ ઉપર છે તેઓનું કહેવું છે કે
ગુજરાતમાં  કામધેનુ યુનિવર્સિટી ની વિવિધ કોલેજમાં ઇન્ટરશીપ કરતા ડોક્ટર વિદ્યાર્થીઓને ૪,૨૦૦ આપવામાં આવે છે જ્યારે અન્ય રાજ્યો જેવા કે પંજાબમાં 15,000, કેરળમાં 17,500 ,વારાણસી મા 23,500, કર્ણાટકમાં14, 500, અને રાજસ્થાનમાં14,000 આપવામાં આવે છે  ત્યારે ગુજરાતમાં મેડિકલ ઇન્ટર્ન ડોક્ટરોને18,500ભથ્થું આપવાની માંગ કરવામાં આવી છે જોકે જૂનાગઢમાં ભૂખ હડતાલ પર બેઠેલા સાત પૈકી એક વિદ્યાર્થીની ની તબિયત લથડતા સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આ વાત ને લઈ હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને વિદ્યાર્થીઓનું સમર્થન કરી સ્ટાઇપેન્ડ વધારવા માંગ કરી છે.