કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.