ઇકબાલ ગઢ ખાતે આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે ખેડૂતોની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં હાઈ ફન કંપની ખેડૂતોને યોગ્ય બટાકાના ભાવ ન આપતી હોવાથી અને ખેડૂતો પાસેથી નીચા ભાવ બટાકા ખરીદવાની સાથે ખેડૂતોનો શોષણ કરતી હોવાના વિરોધમાં આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કંપની સામે ભારે રોષ ઠાલવીયો હતો જેથી ખેડૂતોના રોષના પગલે આખરે કંપનીને ઝુકવાનો વારો આવ્યો છે 

બનાસકાંઠા માંથી ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને બટાકાની ખરીદી કરતી હાઈ ફન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને ઊંચા ભાવે બિયારણ આપી નીચા ભાવે બટાકાની ખરીદી કરી ખેડૂતોનો શોષણ કરતી હતી અને કંપની ખેડૂતોની કોર કમિટીમાં બેસતી ન હોવાના લીધે ખેડૂતોનું શોષણ થતું હતું જેના પગલે શનિવારે બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ખાતે એક કોલ્ડ સ્ટોરેજ ખાતે કોર કમિટી અને ખેડૂતોની બેઠક મળી હતી આ બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ખેડૂતોએ હાઈ ફન કંપની સામે ભારે રોષ ઠાલવ્યો હતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી મોટી સંખ્યામાં ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે જેમાં ખેડૂતોને બટાકાનું બિયારણ આપતી અને તેમની પાસેથી નક્કી કરેલા ભાવ પ્રમાણે બટાકાની ખરીદી કરતી 10 જેટલી ખાનગી કંપનીઓ છે જે તમામ કંપનીઓ ખેડૂતોની કોર કમિટી સાથે મળીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે પ્રમાણે ભાવ નક્કી કરતી હોય છે પરંતુ હાઈ ફન કંપની ખેડૂતોની કોર કમિટી સાથે ભાવતાલ નક્કી ન કરતી હોવાના લીધે અને ખેડૂતોને નીચા ભાવ આપી ખેડૂતોનું શોષણ કરવી હોવાથી આ કંપનીના વિરોધમાં શનિવારે ઈકબાલ ગઢ ખાતેના એક કોલ્ડ સ્ટોરેજ ખાતે આ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોર કમિટીના સભ્યોને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોનો રોષ જોઈને આખરે કંપનીને ઝૂકવાનો વારો આવ્યો છે અને કંપની હવે કોર કમિટી સાથે મળી ખેડૂતોને યોગ્ય ભાવ આપવાની ખાતરી આપી છે