સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનના પ્રસાર - પ્રચાર અર્થે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 સ્વચ્છતા એ આપણો સ્વભાવ હોવો જોઈએ, સફાઈની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ-કલેકટરશ્રી યોગેશ નિરગુડે

સેવા સેતુ કાર્યક્રમના મુખ્ય હકદાર એવી જનતા સુધી સરકારશ્રીની યોજનાઓ અંગેની જાણકારી પહોંચાડવા પત્રકારોને કરાઈ અપીલ*આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના અનેકો ગામોને પણ આવરી લેવામાં આવ્યાં છે. આ કાર્યક્રમ દરમ્યાન જે - તે સમયે અને સ્થળે જ લાભાર્થીને વિવિધ ૧૩ જેટલા વિભાગોની ૫૫ જેટલી સરકારી સેવા પુરી પાડવામાં આવશે. 

સેવા સેતુ કાર્યક્રમના પ્રચાર - પ્રસાર અર્થે તેમજ દાહોદના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી આ કાર્યકમની જાણ થાય અને તેઓ આ કાર્યક્રમ થકી લાભ મેળવી શકે એ માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

૧૭ સપ્ટેમ્બરથી ચાલુ થનાર સરકારશ્રીના સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાનને વેગ આપવા તેમજ ત્રણેય તબક્કામાં પ્રસાર - પ્રચાર માટે પત્રકારો સહિત જનતાનો પણ સહયોગ પૂરતો મળે તેવી અપેક્ષા કલેકટરશ્રીએ વ્યક્ત કરી હતી.

પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જનતાના પ્રાથમિક પ્રશ્નોની પણ પત્રકારો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેની કલેકટરશ્રીએ પણ નોંધ લીધી હતી. સ્વચ્છતા અભિયાન વિશે પત્રકારોને સંબોધતા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, સ્વચ્છતા એ આપણો સ્વભાવ હોવો જોઈએ, સફાઈની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ, આપણે અન્ય પાસેથી અપેક્ષા રાખ્યા વગર પોતાનાથી જ સફાઈની શરૂઆત થાય તે જરૂરી છે. પત્રકારો પણ પોતાના તરફથી સ્વચ્છતા માટે કોઈ વિશિષ્ટ કામગીરી કરી સ્વચ્છતા માટેની પહેલ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. 

સેવા સેતુ કાર્યક્રમ માટે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સેવા સેતુ કાર્યક્રમના મુખ્ય હકદાર એવી જનતા સુધી સરકારશ્રીની યોજનાઓ અંગેની જાણકારી પહોંચાડવા પત્રકારો પોતાના તરફથી પણ સહયોગ આપે જેથી કરીને પાત્રતા ધરાવતા મૂળ લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જેમ બને તેમ વધુ લોકો સુધી સેવા સેતુ કાર્યક્રમની જાણકારી લોકો સુધી પહોંચે અને લાભ મેળવે તે માટે પત્રકારોને વ્યાપક પ્રમાણમાં પ્રસાર - પ્રચાર કરવા માટે અપીલ કરી હતી. આ પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.