ભાજપે દેશભરમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના પ્રથમ સભ્ય બનીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. સદસ્યતા અભિયાનને લઇને ગુજરાત ભાજપે પણ કમર કસી છે. ગુજરાતમાં ભાજપે 2 કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્ય નક્કી કર્યો છે.ગુજરાત માટે ભાજપ નો રોડ મેપ તૈયાર કરનાર ગુજરાતના મતદારો હવે વાટ બદલી રહ્યા હોવાની ભાળ પડતા ગુજરાત ભાજપે સરકારી મશનરીઓને કામે લગાડી હોવાની વિગતો બહાર આવી રહી છે જાણવા મળ્યું છે કે ભાજપા ને કેટલાક કદાવર નેતાઓ સ્થાનિક શાળા કોલેજોમાં આદેશો જેવી અપીલો કરીને કોલેજના ભણતા વિદ્યાર્થીઓને ભાજપા ના સક્રિય સભ્યો બનાવી રહ્યા છે.જોકે આવી મોડસ ઓપરેન્ડી કાલોલ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ખાનગી અને સરકારી કોલેજોમાં અપનાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે કાલોલ વિધાનસભા મત વિસ્તારમાં પણ રોડ રસ્તા, બેરોજગારી થી ત્રસ્ત પ્રજા એ સદસ્યતા અભિયાનને યોગ્ય પ્રતિસાદ નહીં મળતા સ્થાનિક શીર્ષ નેતાઓ કોલેજ સંચાલકો ને મળી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી રહ્યા છે.વરસાદી વિનાશ અને પૂરના પ્રલય સામે ગુજરાતની જનતાને સહાયરૂપ બનવાના સ્થાને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે જોકે જોમેર થી ફસાયેલી ગુજરાતની જનતાએ જાકારો આપતા સદસ્યતા અભિયાન ઉંધા માથે પછડાયું છે અને ભાજપ માટે આ અભિયાન લાજ બચાવો અભિયાન થઈ રહ્યું છે કહેવાય રહ્યું છે કે એક સમયે ભાજપ પાછળ ઘેલું થઈ રહેલું ગુજરાત હવે ભાજપા નેતાઓથી દુરી બનાવી રહ્યું છે.સ્થાનિક નેતાઓની ગુસ્તાખીઓ સામે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અમુક વિદ્યાર્થીઓનું સ્પષ્ટપણે માનવું છે કે હાલ આ કામ માટે તેઓના કિંમતી શૈક્ષણિક કલાકોને બગાડવામાં આવી રહ્યા છે સાથે સાથે જે વિદ્યાર્થીઓને રાજકારણ માટે રાજકીય પક્ષોમાં હાલના તબક્કે કોઈ રસ ન હોય તો પણ તેમને ફરજિયાત પણે ભાજપા સદસ્યતા અભિયાનમાં જોડાવા જણાવી રહ્યા છે તો બીજી તરફ આવા ખાનગી અને સરકારી કોલેજના વહીવટકર્તાઓ પણ આ અભિયાન માટે મંજૂરી કેમ આપી તે પણ હાલના તબક્કે એક ચર્ચાનો વિષય બન્યો છે.