રીપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સંજેલી નગરના મુસ્લિમ સમાજના ત્રણ બાળકો એ હર ઘર તિરંગા પ્રતિયોગીતામાં ઓનલાઈન ફોર્મ ભરી ભાગ લઈને જળહળતી સફળતા મેળવી છે,
આ બાળકોએ સંજેલી મુસ્લિમ સમાજ,નગર,સહિત સમગ્ર સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ સાંસદ જસવન્તસિંહ ભાભોર ના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા 2022 અંતર્ગત સ્લોગન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અને પોસ્ટર મેકિંગ, નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્કૂલ, કોલેજ, અને અન્ય પ્રજાજનો ને ભાગ લેવા જણાવ્યું હતું, આ પ્રતિયોગીતામાં સંજેલી મુસ્લિમ સમાજના એકજ પરિવારમાંથી ત્રણ બાળકોએ પણ ભાગ લીધો હતો, જેમાં ચિત્ર સ્પર્ધા માં હુમેરાબાનું ઈરફાનભાઈ શેખએ પ્રથમ નમ્બર મેળવ્યો હતો, અને સંજેલીના તુફેલ ઈરફાન શેખ એ પોસ્ટર મેકિંગમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, અને સંજેલી નગરના સિહાબ ઈરફાન શેખ એ પોસ્ટર મેકિંગમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જેમાં ત્રણે બાળકો ને પ્રમાણ પત્રો એનાયત કરાયા હતા, હુમેરાબાનું ને ટ્રોફી અને સિહાબ અને તુફેલ ને ગિફ્ટ એનાયત કરાયા હતા, આ પ્રતીયોગીતામાં તુફેલ ઈરફાન શેખએ સુંદર સ્લોગન આપી લોકો ને આઝાદીકા અમુત મહોત્સવ અંતર્ગત જાગુત કર્યા હતા, અને સુંદર વક્તવ્ય આપ્યું હતુ,
આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા, દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શુશ્રી નેહા કુમારી, સહિત અન્ય સ્ટાફગણ, બાળકો ના વાલી ઉપસ્થિત રહ્યા હતા,