કાલોલ શહેર સહિત તાલુકામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કરે છે. જેમાં અનેક સ્થળોએ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે કાલોલ શહેર સ્થિત જલારામ મંદિર પાસેના વાલ્મીકિ ફળિયા ખાતે વર્ષોથી કાર્યરત યંગ સ્ટાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ દરરોજ સાંજે આરતી અને લાડુના પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસના વિસ્તારોમાંથી ગણેશજીની પૂજા-અર્ચના કરી આરતી અને પ્રસાદનો લાભ લેવા મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવે છે.કાલોલ જલારામ મંદિર ફળિયા ખાતે ધાર્મિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ  

ધાર્મિક સ્વભાવના રમેશભાઇ કોન્ટ્રાક્ટ અને યંગ સ્ટાર ગ્રુપના મનહરભાઈ માસ્ટર,તેમની ટીમના સભ્યો નટુભાઇ સોલંકી નિમેષભાઇ સોલંકી,જીતુભાઈ સોલંકી,ઉમેશભાઇ સોલંકી અને અમીતભાઈ સોલંકી યંગ સ્ટાર ગ્રુપના મિત્ર મંડળના નેજા હેઠળ ગણેશ મહોત્સવ છેલ્લા પાંચ વર્ષથી ઉજવે છે તદુપરાંત જલારામ જયંતિ,મહાશિવરાત્રી જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરી પ્રસાદનું વિતરણ કરે છે. ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી દશ દિવસ સુધી તેનું પૂજન અર્ચન, મહાઆરતીના આયોજન કરવામાં આવે છે જ્યારે દશમા દિવસે ભક્તિભાવ પૂર્વક પ્રતિમાનું વિસર્જન કરી શ્રીજીની કૃપા હંમેશા દરેક ભક્ત પર વરસતી રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવે છે