આમ તો ભગવાન રામદેવપીર નુ ભવ્ય મંદીર રણુજા ખાતે આવેલું છે અને બીજું મંદિર ઉંડુ (રાજે સ્થાન)માં આવેલું છે જે પોતાની જન્મ ભૂમિ તરીકે પણ ઓળખાય છે પણ ગુજરત ના ઘણાં ગામડાંઓ માં વર્ષો જૂના રામદેવપીર ના મંદિરો આવેલા છે જેમા સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામ માં પણ એક બહુ જૂનું રામદેવપીર નું મંદીર આવેલુ છે ત્યાંના આજુ બાજુ ના ગામડાંઓમા વસતા ભાવિ ભક્તો જે રણુજા સુધી નથી જઇ શકતા એવાં ભાવિકો પોતાની માનતાઓ અહી પૂરી કરે છે અને રામદેવ પીર ભગવાન પણ પોતાને શરણે આવેલા ભકતો ને ક્યારેય નિરાશ નથી કરતા ત્યારે વધુ મા રાજકોટ ગામ ના યુવા સરપંચ શ્રી નરશીભાઈ પટલે જણાવ્યું હતુ કે આજુબાજુ ના ગામડાંઓ ના ભકતો નુ અસ્થા નુ પ્રતીક એટલે રાજકોટ મા આવેલું રામાપીર ભગવાન નું મંદિર અહી ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા ચડાવવા મા આવે છે અને એ નેજા વર્ષો થી મૂળ વતન રાજકોટ અને હાલ અમદાવાદઃ રહેતા હકમાજી ચૌહાણ પરિવાર એમના દીકરા પ્રવીણભાઈ.હેમંતભાઈ અશ્વિનભાઈ.જીતેન્દ્રભાઈ દ્વારા ત્રીસેક વર્ષ થી વાજતે ગાજતે નેજા ચડાવવા માં આવે છે જેમાં ગામ ના આગેવાનો વડીલો અને યુવાનો જોડાઈ ને દર્શનાર્થે આવેલા ભાવિ ભકતો ને કોઈ તકલીફ કે અશુવિધા ન પડે એના માટે ખડે પગે સેવા આપે છે અને ભગવાન રામાપીર પણ એમની સેવા કયારે વ્યર્થ નથી જતી અને એ સેવા નુ ફળ જરૂર આપી દે છે ત્યાર બાદ ભગવાન રામાપીર ના દર્શન કરી તથા પ્રસાદ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે