બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા પાસેથી પસાર થતી બનાસ નદીના પટમાંથી અત્યાર સુધીનો રાજ્યનું સૌથી મોટું રેતી ચોરી કૌભાંડ પકડાયું છે.ગ્રામજનોની વારંવારની રજૂઆતો પછી ખાણ-ખનીજ વિભાગના કમિશનરે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ તેમજ ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોર્ડને તપાસના આદેશ આપતા 24 કલાકમાં 100 થી વધુ ડમ્પરો પકડ્યા હતા જે ગેરફાયદે રેતી ભરીને જતા હતા.આ તમામ વાહનો સીઝ કરી જીપીએસ તપાસ કરાવી રહી છે બંધ થયેલી લીઝો રેતી ચોરી માટે ભાડે પટ્ટે આપી આ કૌભાંડ કરી રહ્યા છે.જે ડમ્પર પકડાયા છે. આમાં ગુજરાત સિવાય રાજસ્થાનના પણ છે.જ્યાં મંગળવારે સાંજે 6.00 વાગ્યાથી લઇ બુધવારે સાંજે 6.00 વાગ્યા સુધી વાહનો સીઝ કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાંકરેજ તાલુકાના અરણીવાડાના ગ્રામજનો બનાસનદીના પટમાં થતાં રેતી ખનન અને વાહનોની અવર- જવરથી ત્રસ્ત બન્યા હતા. જેમણે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાખામાં કૌભાંડની જાણ કરી કહ્યુ હતુ કે, મોડી રાત્રી સુધી ખોદકામ થાય છે. રોયલ્ટી લેવાતી નથી.ગામને નુકશાન થઇ રહ્યુ છે. જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહે પ્રથમ તપાસ માટે મોકલેલી ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે 100થી વધારે ડમ્પર મોજુદ હતા. જ્યાં કેટલાક ચાલકો વાહન સાઇડમાં કરીને નાસી ગયા હતા.

આથી ટીમને શંકા જતાં ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી હતી. જ્યાં તેઓ ખુદ આવ્યા હતા. અને બધા વાહનો ઉભા કરી દેવાની સૂચના આપી સીપીએસ ચેક કરવા માટે કમિશ્નરને જાણ કરી હતી.

આથી કમિશ્નરે મહેસાણા, પાટણ, અમદાવાદની ટીમો તેમજ ગાંધીનગર ફલાઈગ સ્કવોર્ડને મદદ માટે મોકલી આપી હતી. જ્યાં મંગળવારે સાંજે 6.00 વાગ્યાથી લઇ બુધવારે સાંજે 6.00 વાગ્યા સુધી વાહનો સીઝ કરવાની કાર્યવાહી ચાલુ રહી હતી. વર્તમાન સમયે સીઝ કરાયેલા 100થી વધુ ડમ્પરો બનાસકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદ તેમજ રાજસ્થાન પાર્સિંગના છે. આ ઉપરાંત ડીસા તાલુકાના મહાદેવયાની બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન, વહન કરતાં એક ડમ્પર, એક હિટાચી મશીન તેમજ લોડર મશીન સીઝ કરવામાં આવ્યુ છે.

બનાસ નદીમાંથી સીઝ કરાયેલા 60 થી 70 ડમ્પરોમાં ભરેલી રેતીની રોયલ્ટી ભરેલી છે. જોકે, આ રેતી માન્ય લીઝમાંથી ભરી છે કે બહારની લીઝમાંથી તે જીપીએસ ચેક કર્યા પછી જાણી શકાશે. વર્તમાન સમયે 100 થી વધુ વાહનોના જીપીએસ ચેક કરવાની કાર્યવાહી પુરી થયા પછી દંડનાત્મક કાર્યવાહી થશે. લીઝની માપણી થયા પછી જો ગેરકાયદેસર રેતીનું ખોદકામ થયું હશે ત જે તે લીઝ ધારકોને 1 કરોડથી વધુનો દંડ પણ થવાની શક્યતાઓ છે.

સોશિયલ મીડિયામાં ગૃપ બનાવી સરકારી વાહનની વોચ ગેરકાયદે લીઝ ધરાવતાં શખ્સો દ્વારા સોશિયલ મિડીયામાં ગૃપ બનાવી સરકારી વાહનોની વોચ રાખવામાં આવતી હોય છે. વાહન ક્યાં છે તેની જાણ થાય તો તરત જ ગૃપમાં જાણ કરી દેવામાં આવતી હોય છે. આથી હવે અધિકારીઓ પણ સરકારી વાહનને બદલે ખાનગી વાહનોમાં રેડ કરવા માટે જાય છે.

કાંકરેજના અરણીવાડા નજીક બનાનદીના પટમાં અલગ અલગ જગ્યાએ 12 થી 13 લીઝ આવેલી છે. જેમાં મોટાભાગની લીઝ તંત્ર દ્વારા અગાઉ બંધ કરી દેવામાં આવી છે. જોકે, રેતી ચોરો દ્વારા આ લીઝ ભાડા પટ્ટે આપી દેવામાં આવી છે. જેઓ રોયલ્ટી લીઝની કાઢે છે. અને રેતી બહારથી ભરાવતાં હોય છે. ઓચિંતી તપાસ આવે તો હિટાચી મશીનો બાવળોની ઝાડીમાં સંતાડી દેવામાં આવતા હોય છે.જેથી તંત્રને જાણ ન થાય.આવી રીતે રેતી ચોરી કરી સરકારને ચુનો ચોપડતા હતા.