વઢવાણ રોડ પર જીઆઈડીસી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પુરપાટ ઝડપે દોડતા ડમ્પરનાચાલકે ત્રણ થી ચાર વાહનોને અડફેટે લીધા હતા જેમાં ટ્રેકટરમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકને પણ અડફેટે લેતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પૈકી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન હોસ્પીટલ ખાતે મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના પતિએ ડમ્પરચાલક સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતરના બજરંગપુરા રોડ પર રહેતા ફરિયાદી પ્રભાતભાઈ હરિભાઈ ઘોડ ઉ.વ.૩૮વાળા અને તેમના પત્ની આશાબેન સદ્દભાવના ટ્રસ્ટ હેઠળ કરવામાં આવેલ વૃક્ષોની દેખરેખ અને પાણી પીવડાવવાનું કામ કરે છે જે દરમ્યાન બન્ને પતિ-પત્નિ કામ પૂર્ણ થયા બાદ રતનપર તરફ ડિઝલ પુરાવવા જઈ રહ્યાં હતાં તે દરમ્યાન વઢવાણ જીઆઈડીસી ચોકડી પાસે પુરપાડ ઝડપે જઈ રહેલ ડમ્પરના ચાલકે ટ્રેકટરને પાછળથી અડફેટે લેતા ટ્રેકટર પર સવાર આશાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે મામલે મૃતકના પતિએ ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે ડમ્પરચાલકે અન્ય એક બાઈકને પણ અડફેટે લેતાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી સુરેશભાઈ શાંતિભાઈ વણોલ ઉ.વ.અં.૪૦ રહે.ટીંબાવાળાને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શખ્સ પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલ ઉ.વ.અં.૨૫ વાળા હાલ સારવાર હેઠળ છે. આ સિવાય પણ ડમ્પરચાલકે પીકઅપ તેમજ રીક્ષાને પણ અડફેટે લીધા હતા. આમ કાળમુખા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જતા કુલ બે વ્યક્તિઓના મોત નીપજતા ડમ્પરચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર વારાહી વચ્ચે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો | SatyaNirbhay News Channel
રાધનપુર વારાહી વચ્ચે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો | SatyaNirbhay News Channel
Elon Musk का यूरोपीय आयोग पर गंभीर आरोप, कहा- X को जुर्माने से बचाने के लिए ऑफर की गई सीक्रेट डील
एलन मस्क ने यूरोपीय आयोग पर गंभीर आरोप लगाते हुए कहा कि एक्स पर जुर्माने से बचने के लिए उन्हें...
মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথিত ঐতিহাসিক ঢেকীয়াখোৱা বৰ নামঘৰত আশিষ ললে মন্ত্ৰী অতুল বৰাই
মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথিত ঐতিহাসিক ঢেকীয়াখোৱা বৰ নামঘৰত সমূহ ভক্ত প্ৰাণ ৰাইজৰ...
सोनारी में शिक्षक दिवस समारोह आयोजित
देश के अन्य हिस्सों के साथ आज सोनारी में भी चराईदेव जिला प्रशासन के तत्वावधान में तथा शिक्षा...