કલામહોત્સવ અંતર્ગત QDC- 1 કક્ષા એ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ, મધવાસ ખાતે 11/09/2024 ના રોજ કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધાઓમાં શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ની વિધ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધો – 9 – A ની વિધ્યાર્થીની ચૌહાણ માનસી આર. એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો . અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધો- 11 ની વિધ્યાર્થીની પરમાર હેત્વી આઈ. એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. બાળ કવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધો-9- A ની વિધ્યાર્થીની રાઠોડ ખુશી એચ. એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધો- 11 ની વિધ્યાર્થીની ખેર નિયતિ એચ. એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમજ સંગીત ગાયન સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધો- 12 ની વિધ્યાર્થીની દેસાઇ સલોની જે. એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. માર્ગદર્શક શિક્ષક રૂપલબેન. બી. શાહ અને ગીતાબેન એસ. પટેલ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ શ્રીકાલોલ કેળવણી પ્રચારક મંડળ તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.
કલા ઉત્સવ અંતર્ગત QDC- 1 કક્ષાએ યોજાયેલ સ્પર્ધા મા કાલોલ ની સીબી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિનીઓ ઝળકી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/09/nerity_e5e94628c76f8e1b54e99f2e67c9cc53.jpg)