કાલોલ તાલુકાના મધવાસ મુકામે શ્રી ગૌશ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ શ્રી નવસર્જન ઉ.બુ. હાઇસ્કુલ, મુ.પો.- મધવાસ, તાલુકો – કાલોલ, જી.- પંચમહાલ ખાતે QDC -1 ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં QDC-1 માં સમાવિષ્ટ 17 શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરુઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી ગૌશનેશ્વર મહાદેવના પ્રમુખ નરવતદાદા, યજમાન શાળાના આચાર્ય વિવિધ શાળાઓમાંથી પધારેલ આચાર્યો અને શિક્ષકો દ્વારા દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન જેવી સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. QDC કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપીને દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને SVS લેવલની સ્પર્ધામાં મોકલી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં વિવિધ શાળાઓમાંથી પધારેલ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા યજમાન શાળા દ્વારા કરવામાં આવી હતી તેમજ શાળાના આચાર્ય દ્વારા ભાગ લીધેલ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ અને વિજેતા વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম জাতীয় পৰিষদ আৰু জাতীয় যুৱ শক্তি চৰাইদেউ জিলা সমিতিৰ অধিবেশন সম্পন্ন
অসম জাতীয় পৰিষদ আৰু জাতীয় যুৱ শক্তিৰ চৰাইদেউ জিলা সমিতিৰ দ্বিতীয় বাৰ্ষিক অধিৱেশনখন মাহমৰা...
मानवजनित गतिविधियों एवं अपशिष्ट जल के प्रवाह से नवल सागर झील अत्यधिक प्रदूषित
मानवजनित गतिविधियों एवं अपशिष्ट जल के प्रवाह से नवल सागर झील अत्यधिक प्रदूषितबूंदी शहर की नवल...
Pradeep Sharma : 'एनकाउंटर स्पेशलिस्ट' और नेता से लेकर आजीवन कारावास तक, प्रदीप शर्मा की कहानी...
Pradeep Sharma : 'एनकाउंटर स्पेशलिस्ट' और नेता से लेकर आजीवन कारावास तक, प्रदीप शर्मा की कहानी...
ऊस दराबाबत तोडगा निघण्यासंबंधीची महत्वाची बैठक फिस्कटली
ऊस दराबाबत तोडगा निघण्यासंबंधीची महत्वाची बैठक फिस्कटली