બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે આવેલી જી.ડી. મોદી કોલેજ આગળ એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી આંગ પર કાબુ મેળવ્યો હતો.

પાલનપુર જી.ડી.મોદી કોલેજ બહાર ઉભેલી એક કારમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા અને ફાયરને જાણ કરવામાં આવી હતી.

જેથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, આગ ઉપર કાબુ આવે તે પહેલા કાર બળીને ખાખ થઇ ગઇ હતી. જેના કારણે કાર માલિકને મોટું નુકશાન પહોંચ્યું છે.