ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતી, એ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના બજાણાથી માલવણ હાઈવે પર રેલવે ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી કીયા ગાડીને આંતરીને ગાડીમાં સવાર પીરારામ પરખારામ રબારી ( રહે-પાંસલા, જીલ્લો-બારમેર (રાજસ્થાન)ને ઝબ્બે કરી આ કીયા કારની સઘન તલાશી લીધી હતી.અને આ કીયા કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર લઈ જવાતી વિદેશી દારૂની બોટલો નંગ- 804 કિંમત રૂ. 2,31,360, મોબાઈલ નંગ-1 કિંમત રૂ. 5,000, રોકડા રૂ. 1,400 અને કીયા ગાડી કિંમત રૂ. 10,00,000 મળી કુલ રૂ. 12,37,760નો મુદામાલ ઝબ્બે કરી આરોપી પીરારામ પરખારામ રબારી ( રહે-પાંસલા, જીલ્લો-બારમેર (રાજસ્થાન), દારૂનો જથ્થો ભરી આપનારો હેંજારીરામ નાઈ ( રહે-ગોડા, જીલ્લો-બારમેર (રાજસ્થાન), મોરબી ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનારા શખ્શ અને કીયા ગાડીના માલીક અને તપાસ દરમિયાન જે મળી આવે એ તમામ વિરુદ્ધ સાજણભાઈ વીરાભાઇ વસરાની ફરિયાદના આધારે ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમની કલમ મુજબ બજાણા પોલીસ મથકે ગુન્હો દાખલ કરી આ કેસના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं