ધ્રાંગધ્રા તાલુકાના નારિચણા ગામની સીમ વિસ્તારમાં કોઠાના માર્ગે તાલુકા પોલીસ હેડ કોસ્ટેબલ અનિરુદ્ધસિંહ, અશ્વિનભાઈ રાઠોડ, બીપીનભાઈ,ગેલેશભાઈ,સ્ટાફ દ્વારા રેડ પડી નારીચાણા ગામની સીમમાં જુગાર રમતા ગૌતમભાઈ મનસુખભાઈ પટેલ, નીતિનભાઈ ભરતભાઈ કોળી, સુરેશભાઈ શંકરભાઈ કોળી, રાહુલભાઈ હેમંતભાઈ કોળી, રહે તમામ નારીચણા ગામ વાળા ને જુગાર રમતા 56,900 ના મુદ્દામાલ સાથે ચાર ઈસમ ને ઝડપી પાડી તાલુકો પોલીસે જુગારધારો નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે