કાલોલ નગરની ગોમા નદીમાથી રેતી ખનન ની પ્રવૃત્તિ પુનઃ ધમધમી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી આવી હોવાથી વરસાદે વિરામ લેતા ગેરકાયદેસર રેતી ખનન ની પ્રવૃતિ શરૂ થઈ ગઈ છે. કાલોલ ના જેતપુર પાસે થી બેફામ રીતે રેતી કાઢી કાલોલ ના મંદીર પાસે થઈ બજાર મા થઈ રેતી ભરેલા ટ્રેકટરો બિન્ધાસ્ત પસાર થઈ રહ્યા છે. વહીવટી તંત્ર ની સતત બે દિવસ સુધી રજાઓ નો ભરપુર લાભ ખનન માફિયાઓ ઉઠાવી રહ્યા છે. રેતી ખનન અટકાવવા માટે સ્થાનીક ગ્રામ પંચાયત, તલાટી, મામલતદાર, પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ની જવાબદારી નકકી કરવામાં આવી છે તેમ છતા પણ કાલોલ મા બેફામ રીતે રેતી ખનન ચાલુ થઈ ગયેલ છે ભર બજારે રેતી ભરી ટ્રેકટરો જાણે કોઈ લીઝ ચાલતી હોય તે રીતે પસાર થઈ સરકારી મિલકત ની સરેઆમ લુટ કરી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગ નક્કર કાર્યવાહી કરશે?