સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ડબલ ત્ર્છતુને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા ચોમાસુ ચાલી રહ્યું છે અને હાલમાં પરિસ્થિતિ કંઇક એવી છે કે નથી વરાપ નીકળતો કે સારો વરસાદ પડતો. રોજ-રોજ એકાદ વરસાદી ઝાપટું આવી જાય છે જેને કારણે બેત્રકતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ બેત્રકતુને કારણે સિહોર શહેર તાલુકામાં રોગચાળો વ્યાપ્યો છે. સિહોર શહેર તાલકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેત્રકતુ ચાલી રહી છે. અને આ બેત્રકતુને કારણે તાવ, શરદો, ઉધરસ, ટાઇફોઇડ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા છે.દવાખાનાઓ દર્દીઓથી ઊભરાય રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અને લેબોરેટરીમાં પણ ભીડ જોવા મળી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.ગ્રામ્ય પંથકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. દરેક ગામ કે શહેરના લગભગ દરેક ઘરમાં એકાદ બીમાર વ્યકિત હોય જ. છેલ્લા કેટલાય દિવસોથી નિયમિતરૂપે સૂર્ય નારાયણ નીકળતા નથી. વરાપ ન નીકળવાને કારણે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાના ભરડામાં વિશેષ આવી ગયા છે. હાલમાં સિહોરમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકો રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं