કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં આજ રોજ કાલોલ મામલતદાર દ્વારા મધ્યાહન ભોજનની કેન્દ્રની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના મુજબ અને બાતમીના આધારે વેજલપુર કુમાર શાળાના સંચાલક તેલના ડબ્બા એક્ટિવા ઉપર મૂકીને પોતાના ઘરે લઈ જાય છે તેવી ફરિયાદ મળતા આજ રોજ ફરિયાદ ને આધારે તપાસ કરવા જિલ્લા પુરવઠા અધિકારીએ સૂચના અને માર્ગદર્શન આપેલ તેના અનુસંધાનમાં કાલોલ મામલતદાર અને નાયબ મામલતદાર દ્વારા વેજલપુર કુમાર શાળાના મધ્યાહન ભોજનની કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી ત્યારે વેજલપુર કુમાર શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના અનાજના જથ્થા અંગેની તપાસ કરતા સંચાલક દ્વારા રજૂ કરેલા સ્ટોક પત્રક મુજબ તેઓએ તા.૦૩/૦૯/૨૦૨૪ સુધીના સ્ટોક પત્રક ખતવેલ હતું તથા તેઓએ આજ રોજ વ્યાજબી ભાવના દુકાન પાસે થી જથ્થો ઉપાડેલ હતો અને સ્ટોક પત્રકનો તા.૦૩/૦૯/૨૦૨૪ નો બચત જથ્થો તથા આજ રોજ ઉપાડેલ જથ્થા નું મેળવનું કરતા તેમાં વધ ઘટ જોવા મળી હતી ત્યારે તા.૦૩/૦૯/૨૦૨૪ નો સ્ટોક પત્રક મુજબ તથા આજ રોજ ઉપાડેલ કુલ જથ્થો જેમા

ઘઉં માં ૯૨.૮૫ કિલો ગ્રામ જથ્થો ઘટ જોવા મળી તેમજ ચોખા ૨૯.૨૨ કિલો ગ્રામ વધ જોવાં મળી જ્યારે તુવેર દાળની ૪.૪૬૫ કિલો ગ્રામની ઘટ જોવા મળી તેમજ દેશી ચના ૦.૮૩૫ કિલો ગ્રામ વધ જોવા મળી તેમજ તેલ ૨.૬૩ કિલો ગ્રામ ની ઘટ જોવા મળી હતી ત્યારે મળેલ ફરિયાદના આધારે સંચાલક તેલનો ડબ્બો ઘરે લઈ જાય છે તેના આધારે વધ ઘટની ફરિયાદ મુજબ ઓછામાં ઓછી ૧૫ કિલો ગ્રામ મળવી જોઈએ ત્યારે તેલમાં વધ-ઘટ જોતા મામલતદાર દ્વારા સંચાલક તેમજ શાળના આચાર્યને સાથે રાખીને સંચાલકના ઘરે જઈને પંચો રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સંચાલકના ઘરની ઝીણવટથી તપાસ કરતા સંચાલકના ઘરે થી ૧ ટીન તેલનો ડબ્બો મળી આવ્યો હતો જેની ગણતરી કરતા ઉપરોક્ત જથ્થા સાથે મેળવનું કરતા ૧૨.૩૭ કિલો ગ્રામ તેલની વધ જોવા મળી હતી જેથી કાલોલ મામલતદાર દ્વારા સ્ટોક પત્રકની ઝીણવટથી તપાસ કરતા સંચાલક દ્વારા તા.૦૩/૦૯/૨૦૨૪ નો સ્ટોક પત્રક નિભાવેલ હોય ત્યારે વધ-ઘટ જણાતા સંચાલક દ્વારા તા.૦૫/૦૯/૨૦૨૪ સુધીનો અનાજના જથ્થાનો વપરાશ કર્યા હોવા છતાં સ્ટોક પત્રકમાં નિભાવેલ ના હોય જેથી ઉપરોક્ત અનાજની વધ-ઘટને લઈને કાલોલ મામલતદાર દ્વારા સંચાલકને કારણ દર્શક નોટિસ આપીને આગળની શિક્ષાતામક નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી હવે જોવું રહ્યું કે કાલોલ મામલતદાર દ્વારા આવી ગેરરીતિઓ કરનાર સંચાલક સામે કારણદર્શક નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.