અતિ ભારે વરસાદ પડવાને કારણે થયેલા નુકસાન નો સર્વે કરવા જુનાગઢ તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ.

 

જુનાગઢ તાલુકાના ડુંગરપુર, ખડીયા, પાતાપુર, ઈટાળા, સણાથા સહિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી નુકસાનીનો સર્વે કરી સરકારમાં રજૂઆત કરવા આશ્વાસન આપેલ

 

જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર ભરમાં અવિરત વરસાદ વરસ્યો છે ત્યારે ગઈકાલે જુનાગઢમાં ત્રણ કલાકમાં અંદાજે 16 ઇંચ વરસાદ પડવાને કારણે જૂનાગઢ સહિત તાલુકાના અનેક ગામડાઓ જળ મગ્ન થયા હતા, જેમાં જુનાગઢ તાલુકાના ડુંગરપુર, ખડીયા, પાતાપુર, અને ઈટાળા થી સણાથા જવાનો પુલ પાણીના વહેણમાં ધોવાઈ જતા ઇટાળા થી સણાથા ગામ સંપર્ક વિહોણું થયું હતું એ સાથે નાલા પુલીયા તેમજ ડેમના પાળા પણ તૂટી ગયા છે ત્યારે મુલાકાત દરમિયાન ઇરીગેશન ના અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા કરીને વરસાદી પાણી ઓસરિયા બાદ તાત્કાલિક ક્ષતિ ગ્રસ્ત પૂલનું કામ શરૂ કરવા સૂચન કર્યું હતું આ સાથે ડુંગરપુર વિસ્તારમાં વરસાદનું પાણીનો ભરાવો થઈ જતા તાત્કાલિક જીસીબી બોલાવી અડચણરૂપ પાણીનો સત્વરે નિકાલ કરાવી લોકોને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો આ વેળાએ હરિભાઈ પરમાર, દિનેશભાઈ મૈતર, પાતાપુરના સરપંચ પરેશભાઈ ધંધુકિયા, બીજલભાઇ ધંધુકિયા, સહિત પાર્ટીના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.