કાલોલ ના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આવેલી એગ્રો બિઝનેસ સેન્ટર નામની ખાતરની દુકાનમાં ખેડૂતો પાસે યુરિયા ખાતરની થેલી દીઠ રૂ ૫૦/ ૬૦/ ૮૦/ જેવી રકમ વધુ લેવામાં આવે છે અને બીલ પણ આપતા નથી તેવી વિગતો મળતા કાલોલ ના જાગૃત પત્રકારો એ ગત માસની ૧૬ તારીખે આધારકાર્ડ સાથે એક ખેડુત ને યુરિયા ખાતર ખરીદી માટે મોકલી આપેલ. જે ખેડુત પાસે યુરિયા ની થેલી ના રૂ ૨૬૬.૫૦ ને બદલે રૂ ૩૩૦ લેવામાં આવ્યા બીલ માંગતા બીલ મોબાઈલ મા આવશે તેવી વાત કરવામાં આવી. પૈસા વધારે કેમ લો છો તેમ પુછતા માલની શોટેજ છે અમારે ગાડી ભાડાના પૈસા થાય છે તેવું જણાવેલ સમગ્ર ઘટના મોબાઈલમાં રેકર્ડ કરી લેવામાં આવી હતી અને મિડીયા દ્વારા પોતાની ઓળખ આપતા આવુ ન કરશો થેલી પાછી આપી દો પૈસા પાછા લઈ લો તેમ કહેવા લાગેલ. સમગ્ર બાબતે જીલ્લા પુરવઠા અધિકારી, કાલોલ મામલતદાર અને ગોધરા ના ખેતીવાડી અધિકારી સહિત કાલોલ ના ધારાસભ્ય ને મીડિયાએ મોબાઈલ થી જાણ કરેલ અને જગતના તાત સાથે ખુલે આમ ચાલતી લુટ અટકાવવા કાયદા હેઠળ કાર્યવાહી કરવા અપીલ કરી હતી જેના આધારે કાલોલ મામલતદાર યોગેન્દ્રસીંહ પુવાર દ્વારા દુકાનની તપાસ કરી હતી જેમાં દુકાન નુ સ્ટોક પત્રક નિભાવવામાં આવતુ નહી હોવાનુ બહાર આવ્યુ હતુ તેમજ ખાતર સાથે નેનો બોટલ પણ ગ્રાહકને આપવામા આવતી હોવાનુ જાણવા મળેલ ગોધરા સ્થિત ખેતીવાડી શાખા ના નાયબ નિયામક (વિસ્તરણ) દ્વારા દુકાનદારને નોટીસ ફટકારી હતી જેના જવાબ આધારે નાયબ નિયામક ખેતીવાડી દ્વારા દુકાન મા સ્ટોક અને ભાવની યાદી લોકો સહેલાઇ થી જોઇ શકે તે રીતે પ્રદર્શિત કરવામાં આવી નથી, નિયત કરેલ રકમ કરતા વધુ ભાવ લેવામાં આવે છે, સ્ટોક પત્રક વેચાણ અંગેના માસીક આંકડા સંબધિત અધિકારીને મોકલવામાં આવતા નથી, ખાતરના સ્ટોક અને વેચાણ ના હિસાબી ચોપડા નિભાવેલ નથી ખરીદનાર ને નિયત નમૂના M મુજબ નુ બીલ આપવામા આવતું નથી જે તમામ ક્ષતિઓ અંગે રાસાયણિક ખાતર નિયંત્રણ ૧૯૮૫ ના ખંડ ૮(૩) મુજબ મહત્તમ ભાવ કરતા વધુ ભાવ લેતા હોવાથી ખંડ ૪,૫,૩૫ નિયમો ના ભંગ બદલ એગ્રી બિઝનેસ સેન્ટર નો પરવાનો ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આમ મીડિયાની સતર્કતા ને કારણે ખેડૂતો ને છેતરતા દુકાનદાર ને યોગ્ય સબક શીખવ્યો અને તેને લઈને બીજા દુકાનદારો પણ હવે વધુ ભાવ લેતા અટક્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infinix Note 40 5G की पहली सेल आज होगी लाइव, Smartphone के साथ Free मिल रहा है वायरलेस चार्जर
Infinix Note 40 5G को इनफिनिक्स ने 21 जून को लॉन्च किया है। आज यानी 26 जून 2024 को इस फोन की पहली...
વેજલપુર બસ સ્ટેશનમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા સ્પિરિટ સ્ટ્રેન્થ સ્કિલ સ્ટેમિના અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આજરોજ એસ.ટી બસ સ્ટેન્ડ ની અંદર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ...
જેસરમાં સેવા સેતુને લઈને લોકોને જાણ કરવામાં આવી
જેસરમાં સેવા સેતુને લઈને લોકોને જાણ કરવામાં આવી
લઠ્ઠા કાંડ મુદ્દે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પૂતળું બાળવામાં આવ્યું #bjp
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું પૂતળું બાળવામાં આવ્યું...આજ...
સુરતમાં ફરી તૂટી પડ્યો વરસાદ, PM મોદી માટે તૈયાર કરાયેલ ડોમની થઈ આવી દશા; જુઓ વીડિયો
સુરતમાં ફરી તૂટી પડ્યો વરસાદ, PM મોદી માટે તૈયાર કરાયેલ ડોમની થઈ આવી દશા; જુઓ વીડિયો