રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે 'આઝાદી ના અમૃતમહોત્સવ'ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

  દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજુલા તાલુકા ડુંગર ગામે આવેલા શ્રી રામદરબાર આશ્રમનાં સાનિધ્યમાં નીલકંઠ મહાદેવ મંદિરે આજે શ્રાવણના ત્રીજા સોમવારે નીલકંઠ મહાદેવને ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.તથા ૫૦૦ દીવડા પ્રગટાવી 'આઝાદી ના અમૃતમહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર શણગાર આશ્રમના મહંત સંજય ભારથી દ્વારા કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા..