અમીરગઢ ચેકપોસ્ટ પર રૂટિન વાહન ચેકીંગ દરમીયાન શકમંદ કારને રોકાવતા તેમાં તપાસ કરવમાં આવતા કારમાં સવાર ઇસમો પાસેથી મેકેડ્રોન હોવાથી બે ઇસમની અટકાયત કરી ચાર ઈસમો પર ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી અને બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસ સ્ટાફ બોર્ડર પર રૂટીન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત મા પ્રવેશવા જતી એક કાર ઉપર શક જતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા તેને રોકવી તપાસ કરતાં કારમાં સવાર બે ઇસમો પૈકી એક પાસે પેન્ટના ખિસ્સામાં કોથળીમાંથી મેકેડ્રોન નામનું ડ્રગ હોવાથી બન્ને ઇસમોને

 ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાના આવતા તેમની પાસેથી પકડાયેલ એમ ડી ડ્રગ 11 ગ્રામની કિંમત 1,10,000 સહીત કુલ મુદ્દામાલ કબ્જે કરી ડ્રગ બાબતે પકડાયેલ ઇસમની પૂછપરછ કરતાં પકડાયેલ ઇસમો કલ્પેશભાઈ સુખરાજ સુથાર મૂળ રહે જાલોર રાજસ્થાન હાલ રાહે રાણીપ અમદાવાદ અને મનોહરલાલ માંગીલાલ સુથાર રહે આહોર જિ જાલોર રાજસ્થાન વાળાએ પોલીસને જણાવ્યું હતું કે, ડ્રગ રાજુભાઈ લુંબારામ સુથાર રહે રાણીપ અમદાવાદ વાળાએ મંગાવેલ હતુ અને સ્વરૂપગંજથી રોહિત નામના ઈસમે આપેલ હતું. આથી પોલીસે ચાર ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.