રિપોર્ટર: રિતિક સરગરા,આબુરોડ

તમે એવા ઘણા ગામો જોયા હશે, જ્યાં એક ગામથી બીજા ગામમાં જવા માટે નદી-નાળાઓ પાર કરવા પડે છે, પરંતુ સિરોહી જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં કોઈ નું મૃત્યુ થાય તો લાશ ને લઈ જવા માટે નદી-નાળાઓ પાર કરવા પડે છે.જ્યારે આ ગામમાં એક મહિલાનું મૃત્યુ થયું ત્યારે તેના પરિવારના સભ્યોએ કમર સમા પાણી ભરેલ નદી પાર કરી અંતિમ સંસ્કાર માટે લાશને લઈ જવી પડી હતી.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તો જેણે પણ આ ઘટના જોઈ તેણે પ્રશાસનને પૂછ્યું કે અહીંના લોકોનો શું વાંક છે કે મૃત્યુ પછી પણ તેઓએ આ રીતે અંતિમ યાત્રા નીકાળવી પડે છે. ઘટનાની માહિતી મળતાં જ વહીવટી અધિકારીઓ ચનાર ગામમાં પહોંચ્યા અને ગ્રામજનો પાસેથી માહિતી લીધી.આ વીડિયો સિરોહી જિલ્લાના આબુ રોડ તાલુકાના ચનાર ગામના દેવરાજી ફળીનો છે.ગામના ગરાસિયા સમાજના સ્મશાન ઘાટમાં જવાના માર્ગમાં નદી હોવાના કારણે લોકોને તે પાણીમાંથી પસાર થવું પડે છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ રોડ પર પાણી ભરાઈ જતા. ગામની મહિલા વાલ્કીદેવી ગરાસિયાના અવસાન બાદ આ માર્ગેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.રોડ પર પાણી ભરાઈ જવાના કારણે લોકો કમર-ઊંડા પાણીમાંથી લાશ લઈ જતા જોવા મળ્યા હતા.આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આબુ રોડના તહસીલદાર મંગલારામ, વિકાસ અધિકારી ભંવરલાલ લોહાર સહિત કર્મચારીઓએ સ્થળ પર લોકો પાસેથી માહિતી લીધી હતી.અને ગ્રામજનોએ જણાવ્યું કે આ સમસ્યા દર વખતે આવે છે.ગરાસિયા સમાજનું સ્મશાન નદીની બીજી બાજુએ હોવાથી ત્યાં પહોંચવા માટે નદી પાર કરવી પડે છે.વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે નજીકમાં નદીમાં એનિકટનું બાંધકામ હોવાથી અહીં આટલું પાણી છે.નદી પર પુલ બનાવવા માટે જિલ્લા પરિષદમાંથી ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પુલનું કામ શરૂ કરવામાં આવશે.