રાજસ્થાન પોલીસે ગુજરાતમાં લઈ જવાતા 1003 પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડયું છે જેમાં રાજસ્થાન પોલીસે ને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પર પોલીસે શંકાસ્પદ કન્ટેનર રોકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી રાજસ્થાન પોલીસે એક ઈસમની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન પોલીસે ગુજરાતમાં લઈ જવાતા 1003 પેટી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં રાજસ્થાન પોલીસે ને મળતી બાતમી હકીકતના આધારે રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પર પોલીસે શંકાસ્પદ કન્ટેનર રોકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી રાજસ્થાન પોલીસે એક ઈસમની અટકાયત કરી કુલ મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન માવલ ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં ચંડીગઢથી કન્ટેનર ચાલક કન્ટેનર માં દારૂ ભરી ગુજરાતના પોરબંદર ખાતે લઈ જઈ રહ્યો હતો, જે આધારે રાજસ્થાન પોલીસને બાતમી મળતા પોલીસે માવલચેક પોસ્ટ ખાતે તપાસ હાથ ધરી હતી.

 જેમાં એક શંકાસ્પદ કન્ટેનર આવતા પોલીસે તેને રોકાવી સાઈડમાં કરી કન્ટેનર પાછળ તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ જોતા રાજસ્થાન પોલીસે કન્ટેનર ચાલક ખુમારામ જાટ રહે,સિણતરિ બાળોતરાની અટકાયત કરી હતી., જોકે, પોલીસે કન્ટેનરમાં 1003 જેટલી દારૂની પેટીઓ કબ્જે કરી કન્ટેનર ચાલક ગુજરાતના પોરબંદરમાં દારૂ ક્યાં અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.