રિપોર્ટ. લતીફ સુમરા 

ડીસા પંથક ની એક પરણિતા ના લગ્ન ૧૫ વર્ષ અગાઉ સમાજ ના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે બાળકો નો જન્મ થયો હતો. પરંતુ તેણીની ના પતિ ને દારૂ ની લત હોવાથી અને લગ્ન બહાર ના સબંધો ધરાવતો હોવાથી મારઝુડ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો.આથી પરણિતા એ પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર ની મદદ લેતા બંને વચ્ચે કાઉન્સેલરે સમાધાન કરાવ્યું હતું.

    ડીસા પંથક માં રહેતી મહિલા ના લગ્ન હિન્દુ ધર્મ પ્રમાણે 15 વર્ષ અગાઉ થયા છે. લગ્ન જીવન માં બે બાળકો છે. આ અંગે ડીસા પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર ભારતી બેન પટેલે જણાવ્યું હતું કે મહિલાના પતિ ને દારુની લત અને લગ્ન બહાર ના સબંધો હોવાથી અતિશય મારઝૂડ કરવામાં આવતી હતી અને ઘરે થી કાઢી મુકેલ હોવાથી અરજદાર બેન પોતાની અને બાળકો ની જીંદગી સુધારવા માટે પોલીસ સ્ટેશન બેંઇઝ સપોર્ટ સેન્ટર માં અરજી આપી હતી.જ્યાં કાઉન્સેલર ભારતી બેન પટેલે બંને પક્ષો સાથે અવાર નવાર મિટિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપતા તેના પતિ માં સુધારો આવેલ હતો અને બંને વચ્ચે સુખદ સમાધાન થયું હતું.અને બાળકો તથા તેના પતિ સાથે સાસરી માં રહેવા ગઈ હતી.