દાંતીવાડા તાલુકાના ભાખર નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આધેડ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

આ અંગેની વિગત એવી છે કે, દાંતીવાડા તાલુકાના ભાખર નજીક સ્વીફ્ટ કાર નં. GJ-08-BH-0970 અને બાઇક નં. GJ-8-AC-8145 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર ચાલકે બાઇક ચાલક કેવળજી ગીગાજી પરમાર (માળી) (ઉં.વ. આ. 65) અને સમુબેન કેવળજી પરમાર (માળી) (ઉં.વ. આ. 60) (બંને રહે. માલગઢ કુંપટ પાટીયા નજીક, તા. ડીસા) ને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સ્વીફ્ટ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે સમુબેન કેવળજી પરમાર (માળી) ને ગંભીર ઇજાઓ પહોંચતાં આઇ.સી.યુ. માં ખસેડવાની ફરજ પડી હતી.