પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઇકબાલગઢ નજીક ટ્રકની ટક્કરે એકટિવા ચાલક યુવકનું મોત થયું હતું. જ્યારે બીજા યુવકને ઇજા થઇ હતી. ડીસાના બંને યુવકો વિશ્વવેશ્વર મહાદેવજીના દર્શન કરી પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાના રેલ્વે સ્ટેશન રોડ માયાનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર વિષ્ણુભાઇ દરબાર અને તેમનો મિત્ર રમેશભાઇ વિશ્નોઇ એકટિવા નં. જીજે. 08. ડી.ઇ. 9183 લઇ વિશ્વવેશ્વર મહાદેવજીના દર્શને ગયા હતા. જ્યાંથી રાત્રિના સમયે પરત આવી રહ્યા હતા. ત્યારે ઇકબાઇગઢ નજીક અજાણ્યા ટ્રક ચાલકે એકટિવાની ટક્કર મારી હતી. જેમાં બંનેને ગંભીર ઇજા થતાં 108 માં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 જ્યાંથી નરેન્દ્રને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. જ્યારે રમેશભાઈ વિશ્નોઇની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગે મનોજકુમાર રણુભા રાઠોડે અજાણ્યા ટ્રક ચાલક સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.