ગલતેશ્વર તાલુકા અને પડાલ ગામના મુસ્લિમો દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્રઅનેપી.એસ.આઈને લેખિત ફરિયાદ આપી ઇસ્લામ ધર્મના મહાનપેગ્મંબર હજરત મોહમ્મદ મુસ્તુફા. સલ્લલાહુઅલયહીવસલ્લમની શાનમાં અપમાનજનક ભાષાનો દુરુપયોગ કરી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે અને બે સમાજ વચ્ચે વેર ઝેર નો માહોલ ઉભો કરી કૌમીરમખાણ 

ફાટી નીકળે તેવી ટિપ્પણી કરી દેશ અને રાજ્યમાં ભાઈચારાની ભાવનાથી રહેતા હિંદુ મુસ્લિમ સમાજમાં ભાગલા પાડવાના બદ ઈરાદેઅને દેશની સંવાદીતાને નષ્ટ કરવાનું પ્રયત્ન કરનાર આરોપી. રામગીરી ગુરુ નારાયણ ગીરી મહારાજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા૨૦૨૩ની કલમ 196/1. એ. 299. 302. 352. 353 /૨.353 / 3 અને 356 હેઠળ ગુનો નોધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ ગલતેશ્વર તાલુકાના મુસ્લિમ સમાજ ના આગેવાનો અને પડાલ ગામના મુસ્લિમો 

 દ્વારા ગલતેશ્વર તાલુકાના મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી. તેમજ સેવાલિયાના પી.એસ.આઇ. શ્રીને લેખિતમાં ફરિયાદ આપી રામગીરી ગુરુ નારાયણ ગીરી મહારાજની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેઓની સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરી યોગ્ય સજા કરવા માંગણી કરવામાં આવી હતી તેમજ આરોપીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ instagram તથા youtube ની ચેનલ પર અપલોડ કરવામાં આવેલા તમામ વિડિયો દૂર કરવા તથા કાઢવીકે કઢાવી નાખવા રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુલામ નબી મલેક. સેવાલિયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા. સાદિક મિયા આર મલેક. એડવોકેટ વાસીમ .આઈ. મલેક. એડવોકેટ .મોહમ્મદ તસ્લીમ જી મલેક. ઠાસરા. મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના ખેડા જિલ્લાના કન્વીનર ગુલામભાઈ મલેક તલાટી શ્રી. વાડદ. પાલીના. સૈયદ અલી સૈયદ. મહેર અલી સૈયદ. માલવણ. મકસુદભાઈ કુરેશી. સેવાલિયા. રફિકભાઈ મલેક. પત્રકાર શ્રી યાસીનભાઈ શેખ. હિદાયત તુલ્લા મલેક. 

. જાવેદ ભાઈ મલેક. ફારૂક મિયા મલેક. મહેમુદ મિયા શેખ . મકસુદ મિયા મલેક. સહીત મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી મુસ્લિમ સમાજના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર તથા ફરિયાદ આપી હતી.