ચાલુ વરસાદે વિદેશી દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી...: વાંકાનેરના પંચાસીયા ગામેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સહિત 80.63 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો....

એક તરફ મેઘતાંડવ તો બીજી તરફથી વિદેશી દારૂનું કટીંગ : 27,840 બોટલ વિદેશી દારૂ ઝડપી લેવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમની સફળતા...

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વિદેશી દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા જ વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની 27,840 નંગ બોટલો સહિત કુલ રૂ. 80.63 લાખનાં મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે....

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ. એ. ભરગા, એએસઆઇ ચમનભાઈ ચાવડા, કો. સંજયસિંહ જાડેજા તથા લોક રક્ષક અજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર તરફ જતાં કાચા રસ્તા પર દરોડો પાડી વિદેશી દારૂ ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીના ટ્રક નં. RJ 18 GC 0894 માંથી વિદેશી દારૂની નાની મોટી 27,840 બોટલો (કિંમત રૂ. ૫૬,૬૩,૧૦૦) તથા ટ્રક સહિત કુલ રૂ. 80,63,100 ના મુદ્દામાલ સાથે આરોપી યાસીનભાઇ રહીમભાઇ સમા (ઉ.વ. ૩૧, રહે. રાજકોટ) ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે...

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ સફળ કામગીરી બાદ પોલીસે આ બનાવમાં પ્રાથમિક તપાસ હાથ ધરી ટ્રક ચાલક આરોપી તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ તથા રેકી/પાયલોટીંગ કરવામાં સાથે રહેલ નાશી જનાર આરોપી તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે....

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભરગા, હેડ કો. ક્રિપાલસિંહ ચાવડા, એએસઆઇ ચમનભાઈ ચાવડા, હેડ કો. અરવીંદભાઈ બેરાણી, ભીખુભાઈ વાળા, હેડ કો. રૂતુરાજસિંહ જાડેજા, મહેશદાન ઇસરાણી, કો. સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર, રવીભાઈ કલોત્રા, દિનેશભાઇ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા....