સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં વઢવાણ નીચાણવાળા વિસ્તારમાંથી ૬૨ લોકોનું સ્થળાંતર લાડકીબાઈ શાળા નં.૩ ખાડીપોળની શાળામાં કરવામાં આવ્યું છે. ધર્મ તળાવ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ૩૦ લોકો, આંબાવાડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ૨૫ લોકો, કૃષ્ણનગર વિસ્તારમાંથી ૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પાસેના રિવરફ્રન્ટમાંથી જમાતનાકામાં ૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરતું વહીવટીતંત્ર
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/08/nerity_d870e0790d10b9ece9d93a8d83865d08.jpg)