તળાજાના પીપરલા ગામે પૂ. બ્રહ્મચારી શ્રી જ્ઞાનપ્રકાશનંદ સ્વામી હસ્તે આજે નવી લાઇબ્રેરી શરુઆત ગામ લોકોએ બહોળો પ્રતિસાદ મળ્યો ,ગામના તેમજ આસપાસના વિસ્તારના યુવાનો અભ્યાસ-વાંચન માટે પ્રોત્સાહિત થયા છે. તળાજા તાલુકાના પીપરલા ગામના પાલીવાલ બ્રહ્મ સમાજના યુવાનનું સ્વપ્ન હતું કે ગામમાં એક લાઇબ્રેરી હોય. જેથી ગામના યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષામાં સરળતા રહે . પોતાનાં ખર્ચે લાઇબ્રેરીની શરૂઆત કરી.
યુવાનોને દૂર જવું પડતું હતું એટલે વિચાર આવ્યો’ ગામમાં ધો.10 બાદ અનેક વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. કેટલાકે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા તળાજા,ભાવનગર , જવું પડતું હતું. અપડાઉનમાં સમય વેડફાતો હતો અને ફી પણ મોંઘી પડતી. જેથી જાગૃત યુવાને નક્કી કર્યું હતું કે ગામમાં લાઇબ્રેરી બને, જેથી આપણે ઉત્તમ પરિણામ મેળવી શકીએ.
ફિઝિકલ ટેસ્ટ માટે ઉતમ એવું નારાયણ દાદા મેદાન ધરાવતું પીપરલા ગામ હવે ઉત્તમ લાઇબ્રેરી સુવિધા સભર બન્યું, પરીક્ષાની તૈયારી માટે આવતા અનેક યુવાનો પોલીસ, ફોરેસ્ટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હવે તેને ફિઝિકલ ટેસ્ટ માટે મેદાનની ઉત્તમ વ્યવસ્થા ધરાવે છે.લાઇબ્રેરી અને મેદાન બંનેના સમન્વયને કારણે હવે ગામના તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને બન્ને સુવિધા લાભ લઇને સારી સફળતા મેળવી શકાશે