રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી

બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી ખાતે અનેક તહેવારો હર્ષભેર ઉજવવામાં આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે ગણતરીના કલાકો બાદ જન્માષ્ટમી પર્વની ઉજવણી ઠેર ઠેર થવાની છે. અને આ જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ અંબાજીમાં પણ શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ,અંબાજી અને હરિ ૐ યુવા મિત્ર મંડળ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે જન્માષ્ટમીના દિવસે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તારીખ 26/8/2024 ના રોજ દહીહાંડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દહીહાંડી શોભાયાત્રા સવારે 11:00 કલાકે રાધા કૃષ્ણ મંદિરથી નીકળશે અને આ શોભાયાત્રા સમગ્ર નગરમાં ભ્રમણ કરી સમગ્ર નગરમાં અંબાજીના યુવા ગોવાળો દ્વારા મટકી ફોડવામાં આવશે અને દહિહાંડી શોભાયાત્રાનું આયોજન કરાશે. જ્યારે જન્માષ્ટમીની રાત્રિના સમયે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન શ્રી હરિ ઓમ યુવા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે 8:00 કલાકે દીપ પ્રગટાવી રાસ ગરબાની રમઝટ શરીફા મીર અને ભાવિક બારોટના સથવારે રાત્રે 8:15 કલાકે શરૂ કરાશે. જ્યારે મહાપ્રસાદ રાત્રે 8:30 કલાકથી શરૂ કરાશે. ત્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12:00 કલાકે અને રાત્રે 12:30 કલાકે મટકી ફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ કૃષ્ણ ચોક હોટલ ગબ્બર વાળી પાસે રાખવામાં આવ્યો છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે જન્માષ્ટમીની તળામાર તૈયારીઓ અંબાજી વિસ્તારમાં ચાલી રહી છે. જ્યારે અંબાજીના યુવાનો 108 ગ્રાઉન્ડમાં પણ ચોક્કસથી કહી શકાય પિરામિડ બનાવી અને મટકી ફોડની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે.