થોડા દિવસ પહેલા ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુશ્કલ ગામના પાટીયા નજીક હાઇવે ઉપર રાત્રીના સમયે પરપ્રાંતીય મજુરની હત્યા કરવાની ઘટના સામે આવી હતી ત્યારે આ હત્યાને લઇ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ ની મહેનત બાદ હત્યા કરનાર “સાયકો કીલરને” ગઢ પોલીસે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ આરોપીને ઊંઘવામાં ખલેલ પડતા હત્યા કરવામાં આવી હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

તા.18/08/2024 ના રાત્રીના સાડા સમયે ડીસા-પાલનપુર હાઈવે નજીક કુશ્કલ ગામના બસ સ્ટેશન નજીક રસ્તે થી પસાર થતા યુવકને અજાણ્યા ઇસમે ઉઘમાં ખલેલ પડતા માથામાં માર મારી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. સમગ્ર હત્યાનાં બનાવની વાત કરીએ તો થોડા દિવસ પહેલા આરોપી ઈશ્વરભાઈ શંકરજી જાતે-માજીરાણા ધંધો-ભંગાર વીણવાનો હાલ રહે,ડીસા નહેરુનગર,ટેકરા વાળો કુષકલ બસ સ્ટેશનમાં જમવા બેઠેલ અને જમ્યા બાદ બસ સ્ટેશનમાં આરામ કરતો હતો તે દરમ્યાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઉતાવળે અવાજે વાતચીત કરતા આવતા હતા. તે દરમ્યાન આરોપી કુશકલ બસ સ્ટેન્ડમાં આરામ કરતો હતો તેને આરામ કરવામાં અડચણરૂપ થતાં ત્યારે આરોપીએ ગુસ્સે થઈ રોડની સામેની બાજુએ જઈ રોડની સાઇડમાં ડીવાઈડર ઉપર લગાડેલ પાટા જેવી ચમકતી વસ્તુ તોડીને તે ત્રણ માણસોને માર મારતાં એક વ્યક્તિ ભાગી ગયેલ. અને બે માણસો ત્યાં પડી ગયેલ જેમાં એક માણસને આરોપી એ માથાના ભાગે વારંવાર ફટકા મારી મોત નિપજાવ્યું હતું.

જોકે, હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે પરપ્રાંતીય મજુર દિપકકુમાર ઉર્ફે સોનુકુમાર પરમેશ્વર લોઢી (રાજપુત) રહે, સુલતાનપુર પોસ્ટ ભગતનગર જી.ઉન્નાવ, ઉત્તરપ્રદેશ વાળાને માથાના ભાગે ઇજાઓ કરી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુ હાઇવે રોડ ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરી તેમજ બનાવ સમયે દરમ્યાન પસાર થયેલ માણસો તથા વાહનો વેરીફાઇ કરી વાહન ચાલક તેમજ શકમંદ ઇસમોની સઘન પુછ પરછ કરતા બનાવવાળી જગ્યાએ આરોપી ઊંઘ્યો હતો તેવું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.

પાલનપુર ડીવાયએસપી જીગ્નેશ ગામીત પાલનપુર એલસીબી તેમજ ગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપી ની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે હત્યા કરનાર આરોપી ને મહેસાણા નાં મોટી દાઉ બસ સ્ટેન્ડ નજીક થી ઝડપી પાડી હત્યા નો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર આરોપી સાયકો કિલર હતો તેની બાજુમાં કોઈ અવાજ કરેતો તેને સહન થતું નહોતું અને આગાઉ પણ આ આરોપી જેલમાં રહી ચૂક્યો છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.અગાઉ હત્યા અને મારામારીના ગુનાઓ કરેલા હતા. પોલીસે આરોપી નો ગુનાહિત ઇતિહાસ બાબતે પુછપરછ કરતાં ચારેક વર્ષ પહેલાં પાલનપુર અમદાવાદ હાઇવે રોડ ઉપર એસબીપુરા પાટીયા નજીક પોતે જે જગ્યાએ મજુરી કામ કરતો તે જગ્યાએ તેનું કામ બીજો માણસ કરવા આવતાં આરોપીને ગુસ્સો આવતાં પ્રવિણભાઇ પરમાર નામના માણસને છરી વડે ડાભા ખભા ઉપર તથા જમણી આંખના ભાગે છરી વડે ઘા કર્યા હતા. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

 જે ગુનાના પોલીસે પકડી લેતા લાંબો સમય જેલમાં રહ્યો હતો. જ્યારે પંદરેક મહિના પહેલાં ડીસા બટાકા સર્કલ નજીક હાઇવે પુલ નીચે આરોપી તેમજ તેની સાથેનો બીજો એક વક્તિ રાત્રીના સમયે સુતેલ હતો તે દરમ્યાન જે વક્તિ ઉતાવળા અવાજે બબડતો હોઇ જેથી આરોપી ચીડાઈ ગયેલ અને ઉશ્કેરાઈ જઈ લાકડી વડે તેના મોઢા ઉપર અને માથામાં ઈજાઓ કરી હત્યા કરેલ જે બાબતે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે ગુનાના કામે પોલીસે પકડી પાડયો હતો અને લાંબો સમય જેલમાં રહ્યો હતો.

પકડાયેલ આરોપી હાઇવે રોડ ઉપર રોડની સાઇડમાં પડેલ પ્લાસ્ટીક, ભંગાર વીણવાનો ધંધો કરતો અને રાત્રીના સમયે હાઇવે રોડ ઉપર આવેલ બસ સ્ટેશનમાં એકાંતવાળી જગ્યાએ રોકાતો અને તેને રોકાવાની જગ્યાએ તેમજ ધંધાવાળી જગ્યાઓએ તેને ખલેલ પહોંચાડતા ઇસમો ઉપર ચીડાઈને અને ઉશ્કેરાઈ જઈ હથિયારથી હુમલા કરી માથાના ભાગે ઈજાઓએ કરી હત્યા કરવાની એમ.ઓ. ધરાવે છે.