અંબાજી...

અંબાજી સર્કલ નજીક આવેલી ચાની હોટલ સંચાલકની મનમાની...

ગ્રામ પંચાયતે દુકાન ભાડે આપી કોમ્પ્લેક્સની અંદર પણ આ દુકાન સંચાલક દુકાન ચલાવી રહ્યો છે મેઇન રોડ પર કોમ્પ્લેક્સની બહાર...

કેમ ગ્રામ પંચાયતના સત્તાધિશોને આ ઈસમનું આટલું મોટું દબાણ દેખાતું નથી...

ચાની હોટલ સંચાલક કોમર્શિયલની જગ્યાએ ડોમેસ્ટિક સિલિન્ડરનો પણ કરી રહ્યો છે ઉપયોગ...

આમ મુખ્ય બજારમાં જાહેર માર્ગ ઉપર નિયમોના ધજાગરા ઉડાડતા ચાની દુકાન સંચાલક સામે કેમ નથી થતી કાર્યવાહી ? તે વિચારવાની બાબત...

અંબાજી ગ્રામ પંચાયતના સત્તાધીશોએ માહિતી આપતા જણાવ્યું કે હા વાત સાચી છે તેને દુકાન અંદર આપી છે પણ તે બહાર દુકાન ચલાવી રહ્યો છે...

ગ્રામ પંચાયતના અધિકારીઓને આ વાત માલુમ હોવા છતાં કેમ નથી થતી કાર્યવાહી ? તે વિચારવાની બાબત...

ગ્રામ પંચાયતના સત્તાધીશોએ જણાવ્યું કે ટૂંક સમયમાં દબાણ જુંબેશ દરમિયાન આનું દબાણ દૂર કરાશે...

જ્યારે તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરી ડોમેસ્ટિક બાટલાનો ઉપયોગ કરતા ચાની દુકાન સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી પણ લોક માંગ પ્રબળ બની...

અંબાજી સર્કલ નજીક મુખ્ય બજારમાં પ્રવેશ માર્ગ પર જ આવેલી છે આ ચાની દુકાન..

આ ચાની દુકાન સંચાલક ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાડી મનમાની કરતો હોવાની લોક મુખે ચર્ચા...

સાહેબ આવું ક્યાં સુધી ચાલશે શું કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોવામાં આવી રહી છે? કે કેમ તે વિચારવાની બાબત...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી