હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમીરગઢનો અજાપુરા ચેકડેમ સિઝનમાં પહેલીવાર છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના પગલે જિલ્લાના કેટલાક જળાશયો ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે, પરંતુ રાજસ્થાન સહિત ઉપરવાસમાં સારા વરસાદના પગલે જિલ્લા કેટલાક ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે. જેમાં અમીરગઢ તાલુકાના અજાપુરા ચેકડેમમાં ઉપરવાસમાંથી પાણી આવતાં પહેલીવાર છલકાયો છે. આ ચેકડેમમાં પાણી છલકાઈ બનાસ નદીને મળી દાતીવાડા ડેમમાં પાણી પહોંચે છે, જેના કારણે દાંતીવાડા ડેમના પાણીના સ્તર ઊંચ આવશે.

રિપોર્ટર: રિતિક સરગરા, અમીરગઢ