ડીસા તાલુકાના મુડેઠામાં જુગાર રમતાં 6 શખ્સોને ભીલડી પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 4840 કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
ભીલડી પોલીસની ટીમે મુડેઠા ગામે જુગાર રમતાં ભીલડીનો પ્રવિણજી અમરતજી ઠાકોર, મુડેઠા ખેતાણીપાટીનો દિપાજી નવાજી રાઠોડ, સવાજી બબાજી રાઠોડ, શિવાજી બાબુજી રાઠોડ, અળખાભાઇ આશાભાઇ રાવળ અને નટાજી જાલાજી રાઠોડને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા 4840 સહિત જુગાર રમવાનું સાહિત્ય કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.