સુઇગામ તાલુકાના રડકા ગામે જુગાર રમતાં 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ તેમજ વાહન મળી કુલ રૂ. 1.75 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

સુઇગામ પોલીસ મથકની ટીમે રડકા ગામે તપાસ કરી હતી. જ્યાં કનુભાઇ અગજીભાઇ ઠાકોરના ખેતરમાં બનાવેલા ઢાળીયામાં જુગાર રમતાં રડકાનો દિનેશભાઇ દેહળાભાઇ ઠાકોર, ભટાસણાનો રમેશભાઇ હરગોવનભાઇ જોષી, રડકાનો કનુભાઇ અગજીભાઇ ઠાકોર, ભાભર તાલુકાના તનવાડનો હિરજીભાઇ ભુરાભાઇ ઠાકોર, ભાભર તાલુકાના રૂનીનો ઇમામભાઇ હુસેનભાઇ કુંભાર, લક્ષ્મણભાઇ નાનજીભાઇ ઠાકોર, અમરતભાઇ જહાભાઇ ઠાકોર, પ્રતાપભાઇ રામાભાઇ ઠાકોર, ગુલાબભાઇ સુમારભાઇ કુંભાર, વાવ તાલુકાના ભાચલીનો અમરતભાઇ માવજીભાઇ નાયી,

 પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોરડાનો ઇમામભાઇ ઇશાભાઇ કુંભાર અને ભાભરના તનવાડનો ઇમામભાઇ કરીમભાઇ કુંભારને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ. 21,000 રોકડા, રૂ. 14,000 ના મોબાઇલ 3, રૂ. 1,40,000 ના ત્રણ બાઇક મળી કુલ રૂ. 1,75,500 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.