દાહોદમાં હિન્દુ ધર્મ વિરોધી સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકનાર વ્યક્તિ સામે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ વ્યક્તિના ઘરે ગતરાત્રે હિન્દુ સંગઠનના અગ્રણી ધસી ગયા હતા. છેવટે તેને જેલમાં ધકેલી દેવાયો હતો. તેણે જાહેરમાં માફી માંગતા મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજની દરમિયાનગીરીથી છુટકારો થયો હતો.  ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો )

દાહોદમાં રહેતો જૂજર નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મ વિરોધી પોસ્ટ મૂકીને ખોટી રીતે વિવિદો ઉભા કરતો હતો. ઘણી વખતે હિન્દુ ધર્મનીલાગણીને ઠેસ પહોંચે તેવા લખાણો અને ઉદાહરણો સાથે વિવિધ વ્યક્તિને જાણી જોઈને પોસ્ટ કરતો હતો. હવે તો તેણે રક્ષાબંધન જેવા હિન્દુ ધર્મના મોટા, ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધના અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા તહેવારના દિવસે રાખડીના નામ સાથે સામ્યતા ધરાવતા નામની એક બિન્દાસ્ત હિરોઈનના ફોટા સાથે રક્ષાબંધન જેવા પવિત્ર દિવસની હાંસી ઉડાવતી પોસ્ટ મુકતા શહેર હિન્દુ સમાજ હચમચી ગયો હતો. ગત રાત્રે હિન્દુ સંગઠનના અગ્રણીઓ અને રોષે ભરાયેલા યુવકો તેના ઘરે પહોંચી ગયા હતા. તેને બહાર આવવા પડકાર ફેંકયો હતો. પરંતુ સોશિયલ મીડિયામાં વાઘ બનતો જૂજર પરિસ્થિતિ પારખી જતાં બિલાડી બની ગયો હતો. તેણે ઘરમાંથી જ ઘણી કાકલુદી કરી માફી માંગી આજી કરી હતી. પરંતુ કોઈએ મચક આપી ન હતી. પરંતુ કોઈએ પણ કાયદો હાથમાં ન લીધો હતો. છેવટે એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી જૂજરની અટક કરી પોલીસ મથકે લાવી જેલમાં ધકેલી દીધો હતો. રામાનંદ પાર્કના મહંત મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજના શરણે જતાં તેઓએ દરમિયાનગીરી કરી અને જૂજર એ જાહેરમાં સમગ્ર હિન્દુ સમાજની ઓન કેમેરા માફી માંગતા તેનો જામીન પર છુટકારો થયો હતો.