ડીસા-ધાનેરા હાઇવે પર બુધવારે ઝેરડા નજીક રાજસ્થાન તરફથી પૂરઝડપે વિદેશી દારૂ ભરીને આવતી કાર પલટી ખાઈ જવા પામી હતી. કાર પલટી ખાતા ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.

જ્યારે પોલીસે રૂપિયા 75,000 ના દારૂ સહિત રૂ.3,75,000 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાન તરફથી બુધવારે કાર નંબર જીજે-21-એક્યૂ-3739 દારૂ ભરી ડીસા તરફ આવી રહી હતી. 

ત્યારે ડીસા તાલુકાના ઝેરડાથી ગોગા ડેરી વચ્ચે ડ્રાઇવરે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈ જવા પામી હતી. કારમાં વિદેશી દારૂ ભરેલો હતો.

આ અંગે સ્થાનિક લોકોએ ડીસા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે તાત્કાલિક પહોંચી કારમાંથી 849 બોટલ વિદેશી દારૂ રૂ. 75207 તેમજ કાર રૂપિયા 3 લાખ મળી કુલ રૂ. 3,75,207 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પોલીસે નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.