ખંડણી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ રિવોલ્વર પણ પોલીસે કબજે કરી..

પાટણ 

વારાહીમાં વેપારીઓ પાસેથી બંદુક ની અણીએ ખંડણી ઉઘરાવવા નાં કેસમાં પાટણ એસઓજી પોલીસ ટીમ દ્વારા શરૂઆતમાં એક શખ્સને દબોચી લીધા બાદ ગતરોજ આ ખંડણી ખોર ગેંગ નાં મુખ્ય આરોપી સહિત બે શખ્સો ને એસઓજી પોલીસ ટીમ દ્વારા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ આજથી એકાદ માસ અગાઉ પાટણ જિલ્લાના પોલીસ વડા ને હષૅદભાઈ ચિમનલાલ ઠક્કર નામનાં વ્યક્તિ દ્વારા અરજી આપી અવગત કરવામાં આવ્યા હતા કે પાટણ જિલ્લા નાં વારાહી સહિતના પંથકમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પોતાનો ખોફ ઉભો કરી વેપારીઓ ને બંદુક નો ડર બતાવી તેઓની પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવી રહી જે અરજી ની ગંભીરતા સમજી તેઓ દ્વારા બનાવની તપાસ માટે એસઓજી ટીમ ને કામે લગાડતા એસઓજી ટીમ દ્વારા વારાહી ખાતે વેપારી ની દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ તેમની સાથે જ છે તેવી ખાતરી આપતા વેપારી અશોકભાઈ રાવળ દ્વારા વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એસઓજી ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી એક શખ્સને ઝડપી લઇ અન્ય ખંડણી ખોર શખ્સો ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગતરોજ મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે વારાહી ખાતે થી ખંડણી ખોર મુખ્ય આરોપી સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા અને વારાહી પોલીસ ને સોંપવામાં આવતા આગળની કાર્યવાહી વારાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

SOG પોલીસે મુખ્ય આરોપી આસિફખાન રસુલખાન મલેક ઉફૅ માયા સહિત અલીખાન કરિમખાન મલેક રહે વારાહી,જહાગીરખાન સાગાખાન મલેક રહે ફુલપુરા ઝડપી લઇ ખંડણી દરમિયાન ઉપયોગ માં લેવાયેલ પીસ્ટલ ( રીવોલ્વોર) પણ કબ્જે કરી હોવાની સાથે કેટલાક ચોંકાવનારા વિડીયો પણ પોલીસ ને મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.