એલસીબી સ્ટાફ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે પંચવટી સોસાયટીના નાકે ઘાચીવાસમાં રહેતા ભાવેશ ઉર્ફે પીન્ટુ હસમુખલાલ સોની પોતાના મકાનમાં પ્રથમ માળે બંધ મકાનમાં બહારથી જુગારીયાઓ બોલાવી જુગાર રમાડતા હતા. જેથી એલસીબીએ રેડ કરતાં 12 જુગારીયાઓ ઝડપાઇ ગયા હતા.
જેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 80,000, મોબાઈલ -8 79,500 તથા ઇકો ગાડી રૂ. 2 લાખ મળી કુલ રૂપિયા 3,59,500 ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને 12 જુગારીયાઓને પોલીસ મથકે લાવી તેમની સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝડપાયેલા જુગારીઓ
1. ભાવેશકુમાર ઉર્ફે પીન્ટુ હસમુખલાલ સોની (રહે. ભાભર)
2. દશરથભા મેતુભા ડાભી (રહે.શિહોરી)
3. શ્રવણજી સુરાજી ઠાકોર (રહે.ફોરાણા, તા.દિયોદર)
4.ભગાજી જવાનજી ઠાકોર (રહે.કાકરાણા)
5. રમેશસિંહ ભાવસિંહ ડાભી (રહે.શિહોરી)
6. અશ્વિનભાઈ જયંતીલાલ દરજી (રહે.ખીમાણા,તા.કાંકરેજ)
7. પીરાજી સવસીજી ઠાકોર (રહે.ગાગોલ,તા.દિયોદર)
8. સખરસિંહ કનકસિંહ વાઘેલા (રહે.ઉંબરી,તા.કાંકરેજ)
9. બાબુભાઈ કરસનભાઈ પટેલ (રહે.જાલમોર,તા.કાંકરેજ)
10. નવીન ગણેશભાઈ માળી (રહે.ભાભર)
11. સંજુભા જેઠુભા વાઘેલા (રહે.ઉંબરી)
12. સિધ્ધરાજસિંહ રાઠોડ (રહે.ભાભર નવા,તા.ભાભર)