ડીસા તાલુકાના ખેટવા ગામેથી પાંચ જુગારી ઝડપાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે રૂ.10,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભીલડી પોલીસ રવિવારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી કે ડીસા તાલુકાના ખેટવા ગામેથી ખેટવા વારા તરફ જતાં રોડ ઉપર આવેલ ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઇ રહ્યો છે. જેથી પોલીસે તે જગ્યાએ રેડ કરતાં પાંચ જુગારીયાઓ ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ. 10,300 નો મદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જેમાં તેજાજી બિજોલજી ઠાકોર, રાજુજી સવસીજી ઠાકોર, ભવનભાઈ શામળાજી વાલ્મિકી, સંજયજી વદનજી ઠાકોર અને શાંન્તીભાઈ ખોડાભાઈ માજીરાણા (તમામ રહે.ખેટવા)ની અટકાયત કરી તેમની સામે જુગાર ધારાની કલમ મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.