વડગામ તાલુકાના ભૂખલા ગામે આવેલ એક ખેતરમાં ચાલતા જુગાર ધામની વડગામ પોલીસને મળેલી બાતમીના આધારે શુક્રવારે છાપો મારી જુગાર રમાડતા શખસ સહિત કુલ સાત જુગારીઓને ઝડપી પાડી રૂપિયા 98 હજાર રોકડા સહિત કુલ રૂ.2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં જિલ્લામાં જુગાર રમવાની મૌસમ ખીલી છે. વડગામ પીએસઆઇ એન.વી.રહેવર, હે.કો. યાજ્ઞિકભાઈ સહિતની ટીમ શુક્રવારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ભૂખલા ગામે ભાવિક માધવલાલ પ્રજાપતિ પોતાના ખેતરમાં કેટલાક શખસોને ભેગા કરી જુગાર રમાડે છે.

જેથી પોલીસે બાતમીના સ્થળે છાપો મારી જુગાર રમતા સાત શખસોને ઝડપી પાડી સ્થળ ઉપરથી કુલ રૂપિયા 98 હજાર રોકડા, એક કાર, સાત મોબાઈલ, ત્રણ બાઇક જપ્ત કરી કુલ રૂપિયા 2 લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી સાતેય જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, વડગામ પોલીસની કાર્યવાહીને લઈ મોટા માથાઓને છોડાવવા કેટલાક રાજકીય વગ ધરાવતાં આગેવાનોએ ભારે ધમપછાડા કર્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઝડપાયેલા જુગારીયા

(1) ભાવિકકુમાર માધવલાલ પ્રજાપતિ (રહે.ભૂખલા, તા વડગામ)

(2) ઇસુફખાન સમરતખાન શેરાણી (રહે.ભૂખલા,તા.વડગામ)

(3) પચાણભાઈ ભૂપતાભાઇ ચૌધરી (રહે.પીલુચા,તા.વડગામ)

(4) ભરતસિંહ નાથુજી રાજપૂત (રહે.મેગાળ,તા.વડગામ)

(5) આરીફખાન નજર મહંમદ ચેલાણી (પઠાણ) (રહે.ભૂખલા,તા.વડગામ)

(6) બાબુભાઈ પુંજાભાઈ પરમાર (રહે.મેગાળ,તા.વડગામ)

(7) વીરસંગજી હમીરજી ઠાકોર (રહે.વાવડી,તા.ખેરાલુ)