ડીસાના બજરંગનગરમાં રહેતા કાંતિલાલ દાંનાજી માળીએ તેમના સગા દશરથ મફાજી ગેલોતને રૂપિયા 4,80,500 ઉછીના આપ્યા હતા. જેની પેટે આપેલો ચેક રિર્ટન થયો હતો.

 આ અંગનો કેસ બીજા એડીશનલ ચીફ જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ માહિરશાદ નૌશાદહુસેન સૈયદે વકીલ સી. એમ. ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી દશરથ મફાજી ગેલોતને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમના બે માસમાં રૂ 4,80,500 ચૂકવી આપવા અને ન ચૂકવે તો વધુ બે માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.