સર પ્રતાપ હાઇસ્કુલ ઇડર મુકામે ધોરણ 10 12 વધુ પરિણામ સંદર્ભે બેઠક યોજાઈ..

 134 વર્ષ જૂની સંસ્થા સર પ્રતાપ હાઇસ્કુલ ઇડર મુકામે સાબરકાંઠા જિલ્લામાં વધુ પરિણામ મેળવેલ શાળા અને ઓછું પરિણામ મેળવેલ ેલ શાળાના આચાર્યોની એક મિટિંગ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી સંદીપભાઈ પટેલના સાનિધ્યમાં યોજાઈ જેમાં ડી ઈ ઓ ઓફિસમાંથી ગંભીરસિંહ ઝાલા, કિરીટભાઈ પટેલ, હીનાબેન પટેલ, રીટાબેન પટેલ ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્યશ્રી નિમેશભાઈ પટેલે સૌનું અભિવાદન કરેલ.. પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સુપરવાઈઝર શ્રી મન્સૂરી સાહેબ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ , વડાલી તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી દક્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ... ઈ. આઈ. શ્રી સંદીપભાઈ સાહેબ દ્વારા સુંદર પરિણામ મેળવવા અને બદલ સૌ આચાર્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી પરીક્ષા માર્ચ ને બદલે ફેબ્રુઆરીમાં લેવાની છે તેનું આગોતરું આયોજન કઈ રીતે કરવું અને આપણે જે પરિણામ મેળવ્યું છે તેમાં કઈ રીતે વધારો થાય તે અંગેની તથા હવે પછીની ડીવીડીમાં વીડિયોની સાથે વોઇસ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે તેની સમજ આપેલ.. જેમને ઓછું પરિણામ આવ્યું છે તેમને નિરાશ થવાની જરૂર નથી અને ઝીરો તાસ દ્વારા તથા ગુરુજીઓ પોતાની સ્કીલ નો ઉપયોગ કરી અને વધુ પરિણામ આવે તેના ઉપર ભાર મૂકવામાં આવેલ. વર્ગ બે અધિકારી હીનાબેને વોકેશનલ ટ્રેડ ઉપર ભાર મૂકીને જણાવેલ અનેકવિધ ટ્રેડ શાળાએ સંસ્કૃતની જગ્યાએ લેવા જોઈએ. જેના લીધે શાળાનું પરિણામ ઉંચું આવે. શ્રી ગંભીરસિંહ ઝાલાએ એકમ કસોટી અને વહીવટી સંદર્ભ માહિતી આપેલ. પરિણામ સમીક્ષા બાબતમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે રજૂ કરેલ સુજાઓને સૌ આચાર્યોએ અનુમોદન આપ્યું હતું... સૌ આચાર્યશ્રીઓને મોટીવેશન અને વધુ કામ કરવાની પ્રેરણા મળે તે માટે સૌને સાધન સિદ્ધિ પુસ્તક દરેક શાળાના સ્ટાફ મુજબ આપવામાં આવેલ.. કાર્યક્રમ શરૂ થતા અગાઉ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાનુભાઈ પટેલ સાહેબ અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ સાહેબ રૂબરૂ આવી અને સૌને પ્રેરણા આપી હતી.. આભાર દર્શન જ્યોતિ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે કરેલ.