સ્વ.શહીદ મેજર પ્રવીણભાઈ તુરીની યાદમાં "વૃદ્ધાશ્રમ દીકરા નું ઘર"ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.
આઝાદીના અમૃત મહોત્સવ 15મી ઓગસ્ટ ના દિવસે તુરી- બારોટ સમાજના પરિવાર ની સરાહનીય કામગીરી જોવા મળી.
આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કરી રહયા છીએ ત્યારે કંઈક આજે જાણીએ
ચાણસ્મા ના વતની સ્વ. પ્રવીણભાઈ તુરી તેમના પરિવાર દ્વારા ચાણસ્મા ના ખીમીયાણા ગામ સ્થિત "વૃદ્ધાશ્રમ દીકરા નું ઘર" ખાતે ઘણા વર્ષોથી પરિવારજનો દ્વારા સેવાકીય કામગીરી સામે આવી છે.
ત્યારે સ્વ.મેજર પ્રવીણભાઈના બંને ભાઈઓ નામે વિષ્ણુભાઈ તેમજ અશોકભાઈ માતૃશ્રી
ગ.સ્વ. ભીખીબેનના આશીર્વાદ થી ચાણસ્મા હાઇવે પર આવેલ ખીમિયાળા ગામ ખાતે "વૃદ્ધાશ્રમ દીકરા નું ઘર" ત્યાં તેમની યાદમાં આજે 15 મી ઓગસ્ટ સવારે 9:30 વાગે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.
જેમાં સ્વ.પ્રવીણભાઈ ના પરિવાર દ્વારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ધન્યતા અનુભવી હતી.
પરિવાર દ્વારા ખૂબ આદર માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ની ગરિમા જળવાય અને સમાજ ના મહાનુભાવો ના માન સન્માન સચવાય તે રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તેમનો અમૂલ્ય સમય ફાળવી હાજરી આપતા
પૂજ્ય શ્રીમાન
શ્રીધીરુભાઈ( ધનજીભાઈ) રામાભાઈપરમાર,ગામ.અઘાર,રી.જિલ્લા મેલેરિયા અધિકારી, ના વરદ હસ્તે રાખવામાં આવેલ
અને સમાજના મહાનુભાવો ની હાજરી સાથે વૃદ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના મહેમાનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સમાજ ના આગેવાનો,ભાઈઓ,બહેનો, માતાઓ,બાળકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર:-રાજેશ જાદવ પાટણ