જાફરાબાદ તાલુકા નાગેશ્રી ગામે 

નાગેશ્રી કુમાર અને કન્યા શાળા સંયુક્ત ઉપક્રમે 78 માં સ્વતંત્રતા દિવસની હર્ષ અને ઉલ્લાભેર ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી

જેમાં સરપંચશ્રી નરેન્દ્રભાઈ વરૂ મુખ્ય મહેમાન હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી.ઉપસ્થિત ગ્રામ્ય આગેવાનો, ઉપસરપંચશ્રી,ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓનુ સ્વાગત કરવામાં આવ્યું.અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કર્યું. 26 જાન્યુઆરી મા આવેલા આર્થિક સહયોગથી લીધેલા વ્યાયામ ડ્રેસ પણ વિદ્યાર્થીઓને ગ્રામ્ય આગેવોને હસ્તે કરવામં આવ્યું.ત્યારબાદ સરપંચશ્રી નરેન્દ્રભાઈ વરૂ ના ખૂબ સહયોગ ના અહોભાવ રૂપે કુમાર અને કન્યા શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ અને કર્મચારી ગણ સાલ દ્વારા સન્માન કર્યું. જિલ્લા કક્ષા રમત ગમત ક્ષેત્રે પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ નું સરપંચશ્રી નરેન્દ્રભાઈ વરૂ દ્વારા પારિતોષિત આપી સન્માન કર્યું.

શાળા પરિવાર દ્વારા સમગ્ર ગ્રામજનોનો સાથ અને સહકાર માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

રિપોર્ટર..કરશન પરમાર