78 મા સ્વાતંત્ર પર્વ દિનની ઉજવણી પીપોદરા પ્રાથમિક શાળા ખાતે કરાઈ.

આજરોજ પૂરા ભારત ભર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દબદબાભેર કરવામાં આવી રહી છે. ત્યારે ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો સ્વતંત્રા દિન પીપોદરા પ્રાથમિક શાળા મુકામે યોજાયો હતો પ્રાંત અધિકારી નિમેશકુમાર ડી પટેલ ના અધ્યક્ષ સ્થાને ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે આગિયા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સુનિલભાઈ કે પ્રજાપતિ ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા પંચાયત ટી ડી.ઓ દ્વારા સન્માનપત્ર આપી બીરદાવવામાં આવ્યા હતા.

 સન્માનિત કર્યા તે બદલ આગીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સુનિલભાઈ કે પ્રજાપતિએ પણ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.