ડીસા તાલુકાના માલગઢ ગામે શ્રાવણીયો જુગાર રમવા એકત્ર થયેલા સ્થળ પર બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.રાજગોર તેમજ એલસીબી સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, કાનસિંહ, જોરાવરસિંહ સહિતની ટીમ સાથે મંગળવારે મોડી રાત્રે ડીસામાં પેટ્રોલિંગમાં દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ વૈષ્ણોદેવી કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે ઓચિંતી રેડ કરી હતી.

જેમાં કોલ્ડ સ્ટોરેજના પાછળના ભાગે આવેલ ડાહ્યાભાઈ ચમનાભાઈ માળીના ખેતરે બનાવેલ રહેણાંક ઘરની આગળના ભાગે લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમતા સાત શખ્સોને રંગે હાથ ઝડપી પાડયા હતા.

 તેમની પાસેથી પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ રકમ, મોબાઈલ, બાઈક સહિત કુલ મળી કુલ 1,63,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.

ઝડપાયેલ જુગારીઓના નામ

(1) દિનેશભાઈ કરશનભાઈ માળી રહે.એન.આર.પાર્ક,ડીસા

(2) અશોકભાઈ રમેશભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા

(3) રસીકભાઈ અશોકભાઈ માળી રહે.વડાવળ તા.ડીસા

(4) કલ્પેશભાઈ દેવજીભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા

(5) અનિલભાઈ કેશાભાઈ માળી રહે.વડાવળ તા.ડીસા

(6) વિરેશભાઈ પ્રહલાદભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા

(૭) વસંતકુમાર કુંદનભાઈ પઢિયાર (માળી) રહે.માલગઢ તા.ડીસા

વોન્ટેડ આરોપી

(1) ડાહ્યાભાઈ ચમનાભાઈ માળી રહે.માલગઢ તા.ડીસા